૩જી

ઈન્ટરનેશનલ મોબાઈલ ટેલિકોમ્યૂનિકેશન્સ - 2000 (આઈએમટી – 2000 (IMT — 2000)), 3જી (3G) કે થર્ડ જેનરેશન તરીકે વિશેષ જાણીતું છે,તે મોબાઈલ ફોન અને મોબાઈલ દૂરસંચાર સેવા માટેની માપદંડોની જેનરેશન(પેઢી) છે જે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘની સ્પષ્ટતાઓને પરિપૂર્ણ કરે છે.[૧] વાઈડ એરિયા વાયરલેસ વોઈસ ટેલિફોન, મોબાઈલ ઈન્ટરનેટ એકસેસ, વીડિયો કોલ અને મોબાઈલ ટીવી સહિતની એપ્લિકેશન સેવાઓ એક મોબાઈલ પરિસ્થિતિમાં સમાવવામાં આવે છે. જૂના 2જી (2G) અને 2.5જી (2.5G) માપદંડોની સરખામણીમાં 3જી (3G) પ્રણાલીમાં અવાજ તેમજ ડેટા (માહિતી)નો ઉપયોગ એકસાથે કરાવી શકે તેમ હોવું જોઈએ અને આઈએમટી-2000 (IMT-2000)ના વિનિર્દેશ પ્રમાણે ઓછામાં ઓછા 200 kbit/s (કિલો બાઈટ્સ પ્રતિ સેકન્ડ) ના ટોચના ડેટા દર પુરાં પાડી શકે તેમ હોવું જોઈએ. તાજેતરમાં રજૂ કરાયેલા 3જી (3G), 3.5જી (3.5G) અને 3.75જી (3.75G)ના સૂચક સમાન છે જે લેપટોપ કોમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાં વિવિધ Mbit/s (મેગાબાઈટ પ્રતિ સેકન્ડ)ના મોબાઈલ બ્રોડબેન્ડની સુવિધા આપે છે.


નીચે પ્રમાણે માપદંડો 3જી (3G) તરીકે વિશેષ રીતે જાણીતા છે :

 • યુએમટીએસ (UMTS) પ્રણાલી, જે પ્રથમ 2001માં રજૂ થઈ હતી, જે 3જીપીપી (3GPP) દ્વારા પ્રમાણિત કરાઈ હતી, અને પ્રાથમિક રીતે યુરોપ, જાપાન, ચીનમાં (વિભિન્ન રેડિયો ઈન્ટરફેસ સહિત) અને અન્ય પ્રાંતોમાં વપરાતી હતી અને તેમા જીએસએમ (GSM) 2જી (2G) સિસ્ટમનું માળખું પ્રભાવી રહ્યું છે. સેલફોન યુએમટીએસ (UMTS) અને જીએસએમ (GSM)નું મિશ્રણ છે. એક સરખા આંતરમાળખાનો ઉપયોગ કરતાં હોય તેમને વિભિન્ન રેડિયો ઈન્ટરફેસ આપવામાં આવે છેઃ
  • અસલ અને સૌથી વધુ વિસ્તૃત રેડિયો ઈન્ટરફેસ ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA) નામથી ઓળખાય છે.
  • ટીડી-સીડીએમએ (TD-SCDMA) રેડિયો ઈન્ટરફેસનું 2009માં વ્યાપારીકરણ કરાયું અને ફક્ત ચીનમાં જ પુરું પાડવામાં આવે છે.
  • તાજેતરમાં આવેલ યુએમટીએસ (UMTS), એચએસપીએ+ (HSPA+), ડાઉનલિંકમાં 56 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)નો સૈદ્ધાંતિક સર્વોચ્ચ ડેટા દર (પ્રવર્તમાન સેવામાં 28 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)) અને અપલિંકમાં 22 Mbit/s (મેગા બાઈટ્સ પ્રતિ સેકન્ડ)નો ડેટા દર આપી શકે છે.
 • 2002માં સર્વપ્રથમ પ્રસ્તુત કરવામાં આવેલ સીડીએમએ2000 (CDMA2000) પ્રણાલી, 3જીપીપી2 (3GPP2) દ્વારા પ્રમાણિત થયેલ હતી, અને જે ખાસ કરીને ઉત્તર અમેરિકા અને દક્ષિણ કોરિયામાં વપરાય છે તે આઈએસ-95 (IS-95) 2જી (2G) માપદંડો સાથે સહિયારુ આંતરમાળખું ઉપયોગમાં લે છે. સેલફોનએ સીડીએમએ2૦૦૦ (CDMA2000) અને આઈએસ-95 (IS-95)નું મિશ્રણ છે. તાજેતરમાં આવેલ ઈવીડીઓ (EVDO) રેવ બીમાં 14.7 Mbit/s ડાઉનસ્ટ્રીમ્સ સર્વોચ્ચ દર આપે છે.

ઉપરની પ્રણાલીઓ અને રેડિયો ઈન્ટરફેસ એકસમાન સ્પ્રેડ સ્પેક્ટ્રમ રેડિયો ટ્રાન્સમિશન તકનિક આધારિત છે. જ્યારે જીએસએમ ઈડીજીઈ (GSM EDGE) માપદંડો ("2.9જી (2.9G)"), ડીઈસીટી (DECT) તારરહિત ફોન અને મોબાઈલ વાઈમેક્સ (Mobile WiMAX) માપદંડો પણ ઔપચારિક રીતે આઈએમટી-2000 (IMT-2000)ની જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે અને આઈટીયુ (ITU) દ્વારા 3જી (3G) ની જેમ પ્રમાણિત છે, જે લાક્ષાણિક રીતે 3જી (3G) નથી, અને તે સંપૂર્ણપણે અલગ તકનિક આધારિત છે.

સેલ્યુલર માપદંડોની નવી પેઢી 1981/1982માં 1જી (1G) પ્રણાલીઓનો પ્રારંભ થયો ત્યારથી અંદાજે દર દસમા વર્ષે આવે છે. દરેક પેઢીમાં નવા આવૃત્તિ બેન્ડ, ઊંચા ડેટા દર અને અગાઉના ને સુસંગત ન હોય તેવી ટ્રાન્સમિશન તકનિકથી સજ્જ હોય છે. 3જીપીપી (3GPP) લોંગ ટર્મ ઈવોલ્યુશન (લાંબા ગાળાની ઉત્ક્રાંતિ) (LTE) માપદંડો સંપૂર્ણપણે આઈએમટી-એડવાન્સ્ડ (IMT-Advanced) તરીકે ઓળખાતી આઈટીયુ (ITU) 4જી (4G) જરૂરિયાતોને પરિપૂર્ણ નથી કરતી. સૌપ્રથમ રજૂ થયેલ એલટીઈ (LTE) અગાઉના 3જી (3G) સાથે સુસંગત નહોતી, પરંતુ પ્રિ-4જી (પ્રિ-4G)અથવા 3.9જી (3.9G) તકનિક છે, જોકે કેટલીક સેવા પ્રદાતાઓ દ્વારા વખત “4જી (4G)” તરીકે પ્રચલિત કરવામાં આવે છે. વાઈમેક્સ (WiMAX) અન્ય તકનિક છે જે 4જી (4G)થી અલગ છે અથવા તે નામથી પ્રચાર કરવામાં આવે છે.

સર્વસામાન્ય નિરીક્ષણ

3જી (3G) (યુએમટીએસ (UMTS) અને સીડીએમએ2000 (CDMA2000)) સંશોધન અને વિકાસ યોજનાઓ 1992માં શરૂ કરવામાં આવી હતી. 1999માં, આઈટીયુ (ITU)એ આઈટીયુ-આર એમ.1457 (ITU-R M.1457) ભલામણોના ભાગરૂપે આઈએમટી-2000 (IMT-2000) માટે પાંચ રેડિયો ઈન્ટરફેસને મંજૂરી આપી હતી; 2007માં વાઈમેક્સ (WiMAX)નો ઉમેરો કરાયો.[૨]

એવા ઉત્ક્રાંતિવાદી માપદંડો છે જે અગાઉના પહેલાથી અમલમાં રહેલા 2જી (2G) નેટવર્કના સુસંગત વધારાઓ છે અને ક્રાંતિકારી માપદંડો તમામ નવા નેટવર્ક અને આવૃત્તિની ફાળવણી છે.[૩] અહીં પાછળનું જે જૂથ છે તે યુએમટીએસ (UMTS) પરિવારનું છે, જેમાં આઈએમટી-2000 (IMT-2000) માટેના માપદંડો વિકસાવાયેલા છે, તેમજ સ્વતંત્રપણે ડીઈસીટી (DECT) માપદંડો વિકસાવાયેલા છે અને વાઈમેક્સ (WiMAX), જે તે આઈએમટી-2000 (IMT-2000)ની વ્યાખ્યામાં બંધબેસતા હોવાથી સમાવિષ્ટ છે.

3જી/આઈએમટી-2000 (3G/IMT-2000) માપદંડોનું સર્વસામાન્ય નિરીક્ષણ
[૪]
આઈટીયુ આઈએમટી (ITU IMT)-2000 સામાન્ય નામ ડેટાની બેન્ડવિડ્થ પ્રિ-4જી (4G) દ્વીસ્તરીય (ડુપ્લેક્સ) ચેનલ વર્ણન ભૌગોલિક વિસ્તારો
ટીડીએમએ (TDMA) એકલ-વાહક આઈએમટી-એસસી (IMT‑SC) ઈડીજીઈ (EDGE) (યુડબ્લ્યુસી-136 (UWC-136)) ઈડીજીઈ (EDGE) ઉત્ક્રાંતિ કોઈ નહીં એફડીડી (FDD) ટીડીએમએ (TDMA) જીએસએમ/જીપીઆરએસ (GSM/GPRS)[nb ૧]માં ક્રાંતિકારી સુધારો જાપાન અને દક્ષિણ કોરિયા સિવાય વિશ્વવ્યાપી
સીડીએમએ (CDMA) બહુ-વાહક આઈએમટી-એમસી (IMT‑MC) સીડીએમએ2000 (CDMA2000) ઈવી-ડીઓ (EV-DO) યુએમબી (UMB)[nb ૨] સીડીએમએ (CDMA) સીડીએમએવન (આઈએસ-95 (IS-95))માં ક્રાંતિકારી સુધારો અમેરિકા, એશિયા અને અન્ય કેટલાક
સીડીએમએ (CDMA) સીધો પ્રસાર આઈએમટી-ડીએસ (IMT‑DS) યુએમટીએસ (UMTS)[nb ૩] ડબ્લ્યુ-સીડીએમએ (W-CDMA)[nb ૪] એચએસપીએ (HSPA) એલટીઈ (LTE) ક્રાંતિકારી માપદંડોનો પરિવાર. વિશ્વવ્યાપી
સીડીએમએ ટીડીડી(CDMA TDD) આઈએમટી-ટીસી (IMT‑TC) ટીડી-સીડીએમએ (TD‑CDMA)[nb ૫] ટીડીડી (TDD) યુરોપ
ટીડી-એસસીડીએમએ (TD‑SCDMA)[nb ૬] ચીન
એફડીએમએ/ટીડીએમએ (FDMA/TDMA) (આઈએમટી-એફટી (IMT‑FT)) ડીઈસીટી (DECT) કોઈ નહીં એફડીએમએ (FDMA)/ટીડીએમએ (TDMA) ટૂંકા અંતરઃ તારરહિત (કોર્ડલેસ) ફોન માટેના માપદંડો યુરોપ, યુએસએ (USA)
આઈપી-ઓએફડીએમએ (IP‑OFDMA) કોલસ્પાન="2" વાઈમેક્સ (WiMAX) (આઈઈઈઈ 802.16 (IEEE 802.16)) ઓએફડીએમએ (OFDMA) વિશ્વવ્યાપી
 1. પીડીસી (PDC) અથવા ડી-એએમપીએસ (D-AMPS)ના સુધારા તરીકે પણ ઉપયોગ થઈ શકે.
 2. development halted in favour of LTE.[૫]
 3. also known as FOMA;[૬] UMTS is the common name for a standard that encompasses multiple air interfaces.
 4. also known as UTRA-FDD; W-CDMA is sometimes used as a synonym for UMTS, ignoring the other air interface options.[૬]
 5. યુટીઆરએ-ટીડીડી (UTRA-TDD) 3.84 Mcps હાઈ ચીપ રેટ (એચસીઆર (HCR)) તરીકે પણ ઓળખાય છે.
 6. યુટીઆરએ-ટીડીડી (UTRA-TDD) 1.28 Mcps લૉ ચીપ રેટ (એલસીઆર (LCR)) તરીકે પણ ઓળખાય છે.

ઈડીજીઈ (EDGE) જ્યારે 3જી (3G)નાં માનકોને પૂર્ણ કરે છે, ત્યારે મોટાભાગના જીએસએમ/યુએમટીએસ (GSM/UMTS) ફોન ઈડીજીઈ (EDGE) ("2.75જી (2.75G)") અને યુએમટીએસ (UMTS) ("3જી (3G)") કાર્યાત્મકતા દર્શાવે છે.

Other Languages
azərbaycanca: 3G
беларуская (тарашкевіца)‎: 3G
български: 3G
বাংলা: ৩জি
bosanski: 3G
català: 3G
čeština: 3G
dansk: 3G
Deutsch: IMT-2000
English: 3G
euskara: 3G
suomi: 3G
français: 3G
עברית: דור 3
हिन्दी: ३जी
hrvatski: 3G
magyar: 3G
Հայերեն: 3G
Bahasa Indonesia: 3G
íslenska: 3G
italiano: 3G
Basa Jawa: 3G
ಕನ್ನಡ: 3ಜಿ
Кыргызча: 3G
lietuvių: 3G
latviešu: 3G
македонски: 3G
മലയാളം: 3ജി
मराठी: थ्रीजी
Bahasa Melayu: 3G (Generasi Ketiga)
नेपाली: थ्री जी
Nederlands: 3G
norsk nynorsk: 3G
norsk: 3G
Kapampangan: 3G
polski: 3G
português: 3G
română: 3G
русский: 3G
саха тыла: 3G
Scots: 3G
slovenčina: 3G
Soomaaliga: 3G
Basa Sunda: 3G
svenska: 3G
தமிழ்: 3ஜி
తెలుగు: 3G
ไทย: 3 จี
Tagalog: 3G
Türkçe: 3G
українська: 3G
اردو: 3 جی
oʻzbekcha/ўзбекча: 3G
Tiếng Việt: 3G
吴语: 3G
中文: 3G
粵語: 3G