વૈશ્વિકરણ

રાત્રિ નજારો

વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઈઝેશન શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા. સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય. આ પ્રક્રિયા આર્થિક, તકનીકી, સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોનું સંયોજન છે.[૧]સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકરણના સંદર્ભ માટે વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે, આર્થિક વૈશ્વિકરણ એ વ્યાપાર, સીધુ વિદેશી મૂડીરોકાણ ,મૂડીના પ્રવાહ, સ્થળાંતર, અને તકનીકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.[૨]

ધી યુનાઈટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર ઈએસસીડબલ્યુએએ લખ્યું છે કે વૈશ્વિકરણ એ "વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ છે અને તેની વ્યાખ્યા વિવિધ પ્રકારે આપી શકાય છે. આર્થિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તે સામાન, મૂડી, સેવા અને શ્રમના પ્રવાહમાં સરળતા લાવવા માટે દેશની સરહદો દૂર કરવી અથવા તેને હળવી બનાવવાનો સંદર્ભ આપે છે... જો કે શ્રમબળના પ્રવાહ પર નોંધપાત્ર પ્રમાણમાં નિયંત્રણો રહે છે. વૈશ્વિકરણ નવી ઘટના નથી.તેની શરૂઆત ૧૯મી સદીના પાછલા વર્ષોમાં થઈ, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતથી માંડીને ૨૦મી સદીના પ્રારંભિક ૭૫ વર્ષો સુધી તેનો ધીમી ગતિએ ફેલાવો થયો.આ પ્રકારના ધીમા ફેલાવા માટે અનેક રાષ્ટ્રોને જવાબદાર ગણી શકાય, જેમણે પોતાના દેશના ઉદ્યોગોના રક્ષણ માટે સંકુચિત નીતિ અપનાવી હતી.વીસમી સદીના પાછલા પચીસ વર્ષોમાં વૈશ્વિકરણની ગતિમાં ઝડપ આવી..."[૩]

કેટો ઈન્સ્ટિટ્યુટના ટોમ જી. પેલ્મર એ વૈશ્વિકરણની વ્યાખ્યા આપી છે કે, " સરહદોની પાર વિનિમય અંગે રાજ્ય દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો દૂર અથવા હળવા થવા અને તેના પરિણામે ઉત્પાદન તથા વિનિમયના એકીકરણની સંયુક્ત વૈશ્વિક પદ્ધતિનો વ્યાપ વધવો."[૪] થોમસ એલ. ફ્રેઈડમેન "ઉજ્જડ બની રહેલી પૃથ્વીની અસરો તપાસે છે", અને દલીલ કરે છે કે વૈશ્વિક વ્યાપાર, અન્ય દેશમાં મોકલાતા સ્રોત, પુરવઠાની સાંકળ અને રાજકીય બળોએ વિશ્વને હંમેશા માટે બદલી નાખ્યુ છે, જે વધારે સારુ અને વધારે ખરાબ બંને છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે વૈશ્વિકરણની ગતિ વધી રહી છે અને વ્યાપારિક સંગઠનો તથા કામગીરી પર તેની અસર સતત વધતી રહેશે.[૫]

નોઆમ ચોમ્સ્કીની દલીલ છે કે આર્થિક વૈશ્વિકરણના નવમુક્ત સ્વરૂપના વર્ણન માટે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે.[૬] હર્મન ઈ. ડેલીની દલીલ છે કે ક્યારેક આંતરરાષ્ટ્રીયકરણ અને વૈશ્વિકરણ શબ્દ એકબીજાના પર્યાય સ્વરૂપે વપરાય છે, પરંતુ અધિકૃત રીતે બંનેમાં સાધારણ ફરક છે. "આંતરરાષ્ટ્રીયકરણ" શબ્દ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સંબંધો, જોડાણો વગેરેના મહત્વ સંદર્ભે છે. આંતરરાષ્ટ્રીયનો અર્થ થાય છે રાષ્ટ્રો વચ્ચે અથવા રાષ્ટ્રોના સમુદાય સાથે.

ઇતિહાસ

સામાજિક વિજ્ઞાનમાં ૧૯૬૦ના દસકાથી વૈશ્વિકરણ નામનો ઉપયોગ થતો આવ્યો છે પરંતુ અર્થશાસ્ત્રીઓ ૧૯૮૦ના દસકાથી તેનો ઉપયોગ કરે છે; જો કે ૧૯૮૦ના દસકાના પાછલા વર્ષો અને ૧૯૯૦ના દસકા સુધી આ વિચાર લોકપ્રિય બન્યો નહોતો. વૈશ્વિકરણની વિભાવના અંગે સૌથી પહેલા અમેરિકન ઉદ્યોગપતિમાંથી મંત્રી બનેલા ચાર્લ્સ ટેઝ રસેલએ લખ્યું હતું અને તેમણે કોર્પોરેટ 'જાયન્ટ્સ' શબ્દ ૧૯૮૭માં શોધ્યો હતો.[૭]

વૈશ્વિકરણને સદીઓ લાંબી પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે, જેમાં માનવ વસતીનું વિસ્તરણ અને સિવિલાઈઝેશન સામાજિક વિકાસની ગણતરી કરાય છે, આ પ્રક્રિયા પાછલા ૫૦ વર્ષોમાં નાટ્યાત્મક રીતે વધી છે. વૈશ્વિકરણના પ્રારંભિક સ્વરૂપો રોમન સામ્રાજ્ય, પર્થિઅન સામ્રાજ્ય અને હાન રાજવંશ ના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા, ચીનમાં સિલ્ક રોડ શરૂ થયો ત્યારે તે પર્થિઅન સામ્રાજ્યના સીમાડા સુધી પહોંચ્યો અને રોમન સામ્રાજ્ય તરફ તેણે પ્રગતિ કરી.

ઈસ્લામિક સુવર્ણકાળએ મુસ્લિમ વેપારીઓ અને શોધકર્તાઓએ સમગ્ર જૂના વિશ્વમાં પ્રારંભિક વૈશ્વિક અર્થતંત્રની સ્થાપના કરી અને તેના પરિણામે કૃષિ-પાકનું વૈશ્વિકરણ થયું અને વ્યાપાર, જ્ઞાન તથા ટેકનોલોજીનું વૈશ્વિકરણ થયું તેનું ઉદાહરણ છે, બાદમાં મોંગોલ સામ્રાજ્ય કે જ્યારે સિલ્ક રોડની સાથે વધારે મોટુ એકીકરણ થયું. ૧૬મી સદીના થોડા સમય પહેલા બે રાજ્યો આયબેરિયન પિનિન્સ્યુલ - પોર્ટુગલના રાજ્યઅને કેસ્ટિલે સાથે વધારે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિકરણની શરૂઆત થઈ. ૧૬મી સદીમાં પોર્ટુગલના વૈશ્વિક સંશોધનો અને ખાસ કરીને મોટા પાયે બે ખંડ, અર્થતંત્ર અને સંસ્કૃતિનું જોડાણ. પોર્ટુગલનો આફ્રિકા, પૂર્વ દક્ષિણ અમેરિકા અને દક્ષિણ તથા પૂર્વ એશિયા સાથેનો વેપાર અને સંશોધનો વૈશ્વિકરણનો પાયો નાખવાની દિશામાં સૌથી મોટુ અને પહેલુ પગલુ ગણાય છે. વૈશ્વિક વ્યાપાર નું મોજુ, સંસ્થાનવાદ, અને સંસ્કૃતિઓનું આદાન-પ્રદાનવિશ્વના તમામ ખૂણાઓમાં પહોંચ્યા.

૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપીય વ્યાપારના વિસ્તરણ દ્વારા વૈશ્વિક એકીકરણ ચાલુ રહ્યું, જ્યારે પોર્ટુગીઝ અને સ્પેનિશ સામ્રાજ્ય એ અમેરિકા માં પોતાની વસાહતો સ્થાપી અને ત્યાર બાદ ફ્રાન્સ તથા ઈંગ્લેન્ડે પણ અમેરિકામાં સંસ્થાન સ્થાપ્યા. વૈશ્વિકરણે સંસ્કૃતિ અને ખાસ કરીને સમગ્ર વિશ્વની દેશી-તળપદી સંસ્કૃતિઓ જબરજસ્ત અસર કરી છે. નવી શોધોના યુગ દરમિયાન ૧૫મી સદી દરમિયાન અન્ય ખંડમાં પોતાની વસાહત સ્થાપનાર યુરોપની પ્રારંભિક વ્યાપારી કંપનીઓમાં પોર્ટુગલની કંપની ઓફ ગુએના નો સમાવેશ થાય છે, આ કંપની મસાલા ના સોદા કરતી હતી અને સામાનની કિંમત નક્કી કરતી હતી.

૧૭મી સદીમાં વૈશ્વિકરણ વ્યાપારી પ્રવૃત્તિઓનો ભાગ બન્યું અને પહેલી બહુરાષ્ટ્રીય કોર્પોરેશન તરીકે ઓળખાતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની(સ્થાપના ૧૬૦૦)ની સ્થાપના થઈ, આ સાથે જ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની (સ્થાપના ૧૬૦૨) અને પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની (સ્થાપના ૧૬૨૮) પણ અસ્તિત્વમાં આવી. જંગી રોકાણ, વિશાળ નાણાકીય જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે સંકળાયેલા જોખમોના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ વખત સંયુક્ત માલિકીના સિદ્ધાંતનો અમલ કર્યો, જેના માટે શેર્સ ની વહેંચણી કરવામાં આવીઃ જે વૈશ્વિકરણનું મહત્વનું પરિબળ છે. બ્રિટિશ સામ્રાજ્ય એ પોતાના વ્યાપક કદ અને શક્તિ વડે વૈશ્વિકરણની પ્રાપ્તિ કરી. આ સમય દરમિયાન બ્રિટિશ સંસ્કૃતિ અને આદર્શોને અન્ય રાષ્ટ્રો પર બળજબરીથી થોપવામાં આવ્યા.

૧૯મી સદીને ક્યારેક "વૈશ્વિકરણનો પ્રથમ યુગ" કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, યુરોપની રાજસત્તાઓ વચ્ચેના રોકાણ , તેમની વસાહતોમાં ઝડપી વૃદ્ધિ આ સમયગાળાની લાક્ષણિકતા છે, અને બાદમાં અમેરિકાનું પરિબળ ઉમેરાયું.

આફ્રિકાના સહારા વિસ્તારના પ્રદેશો અને પેસિફિક (પ્રશાંત) સમુદ્રના વિસ્તારોનો વિશ્વની પદ્ધતિમાં સમાવેશ થયો. ૨૦મી સદીના પ્રારંભમાં પ્રથમ વિશ્વયુદ્ધની સાથે "વૈશ્વિકરણના પ્રથમ યુગ"ના પતનની શરૂઆત થઈ. સર જ્હોન મેનાર્ડ કેઈન્સ[૮],

The inhabitant of London could order by telephone, sipping his morning tea, the various products of the whole earth, and reasonably expect their early delivery upon his doorstep. Militarism and imperialism of racial and cultural rivalries were little more than the amusements of his daily newspaper. What an extraordinary episode in the economic progress of man was that age which came to an end in August 1914.

૧૯૨૦ના પાછલા દસકા દરમિયાન આર્થિક વ્યવહારોમાં સોનાના માપદંડની કટોકટી તથા ૧૯૩૦ના દસકાના પ્રારંભમાં મહા મંદી ના પગલે વૈશ્વિકરણના પ્રથમ યુગનો અંત આવ્યો.

૨૦૦૦ના પાછલા વર્ષોમાં મોટાભાગનું ઔદ્યોગિક જગત ઘેરી મંદીમાં સપડાયુ.[૯]કેટલાક વિશ્લેષકો કહે છે કે વર્ષો સુધી આર્થિક એકીકરણમાં વૃદ્ધિ બાદ વિશ્વ અવૈશ્વિકરણ ના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.[૧૦][૧૧]આર્થિક કટોકટીના દોઢ વર્ષ કરતાં ઓછા સમયમાં વિશ્વની સંપત્તિમાં ૪૫ ટકા સુધીનું ધોવાણ થયુ.[૧૨]

Other Languages
Afrikaans: Globalisering
Alemannisch: Globalisierung
aragonés: Globalización
العربية: عولمة
asturianu: Globalización
azərbaycanca: Qloballaşma
башҡортса: Глобалләшеү
žemaitėška: Gluobalėzacėjė
беларуская: Глабалізацыя
беларуская (тарашкевіца)‎: Глябалізацыя
български: Глобализация
বিষ্ণুপ্রিয়া মণিপুরী: বিশ্বায়ন
brezhoneg: Bedeladur
bosanski: Globalizacija
کوردی: جیھانگیری
čeština: Globalizace
Cymraeg: Globaleiddio
English: Globalization
Esperanto: Tutmondiĝo
español: Globalización
euskara: Globalizazio
føroyskt: Alheimsgerð
français: Mondialisation
Gaeilge: Domhandú
हिन्दी: वैश्वीकरण
Fiji Hindi: Vaisvikaran
hrvatski: Globalizacija
Հայերեն: Գլոբալացում
Bahasa Indonesia: Globalisasi
Ilokano: Globalisasion
íslenska: Hnattvæðing
italiano: Globalizzazione
Basa Jawa: Globalisasi
қазақша: Жаһандану
ಕನ್ನಡ: ಜಾಗತೀಕರಣ
한국어: 세계화
къарачай-малкъар: Глобализация
Latina: Globalizatio
Lëtzebuergesch: Globaliséierung
Limburgs: Globalisering
lietuvių: Globalizacija
latviešu: Globalizācija
Malagasy: Fanatontoloana
македонски: Глобализација
монгол: Даяарчлал
Bahasa Melayu: Globalisasi
Mirandés: Globalizaçon
नेपाल भाषा: हलिमिकरण
Nederlands: Mondialisering
norsk nynorsk: Globalisering
occitan: Globalizacion
ਪੰਜਾਬੀ: ਸੰਸਾਰੀਕਰਨ
polski: Globalizacja
Piemontèis: Mondialisassion
português: Globalização
română: Globalizare
русский: Глобализация
русиньскый: Ґлобалізація
संस्कृतम्: वैश्वीकरणम्
саха тыла: Глобализация
srpskohrvatski / српскохрватски: Globalizacija
Simple English: Globalization
slovenčina: Globalizácia
slovenščina: Globalizacija
српски / srpski: Глобализација
svenska: Globalisering
Kiswahili: Utandawazi
తెలుగు: ప్రపంచీకరణ
тоҷикӣ: Ҷаҳонишавӣ
Tagalog: Globalisasyon
Türkçe: Küreselleşme
татарча/tatarça: Глобальләшү
українська: Глобалізація
Tiếng Việt: Toàn cầu hóa
Winaray: Globalisasyon
中文: 全球化
Bân-lâm-gú: Choân-kiû-hòa
粵語: 全球化