પિસ્તા

પિસ્તા
Pistacia vera Kerman.jpg
પિસ્તાશીયા વેરા (Pistacia vera) (કેરમન પ્રજાતિ)ના પાકતા ફળો
Pistachio macro whitebackground NS.jpg
શેકેલા (રોસ્ટેડ) પિસ્તા, આવરણ સહિત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Plantae
(unranked):Angiosperms
(unranked):Eudicots
(unranked):Rosids
Order:Sapindales
Family:Anacardiaceae
Genus:'Pistacia'
Species:''P. vera''
દ્વિનામી નામ
Pistacia vera
L.

પિસ્તા, પિસ્તાશીયા વેરાએ વનસ્પતિ શાસ્ત્ર અનુસાર એનાકાર્ડીઆસેશી કુળનું વૃક્ષ છે. તેના વૃક્ષો નાનાં હોય છે. તેમનું ઉદ્ભવ સ્થાન બૃહદ ઈરાન ક્ષેત્ર માનવામાં આવે છે. [૧][૨]) હાલના સમયમાં સિરિયા, લેબેનોન, તુર્કસ્તાન (ટર્કી), ગ્રીસ, ટ્યુનિશીયા, કિરગીઝસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, ઈટાલી, સીસલી, ઉઝબેકિસ્તાન, અફઘાનીસ્તાન અને અમેરિકા (કેલિફોર્નિયા)માં પણ તેનું વાવેતર કરવામાં આવે છે. આ વૃક્ષના બીજ (કે શિંગ)નો રસોઈમાં અને ખાધ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

પિસ્તાચીઓ વેરાને ઘણી વખત પિસ્તાશિયાની અન્ય પ્રજાતિ સમજીને લોકો થાપ ખાઈ જાય છે. આ ફરકને તેમના વાવેતરના સ્થાન અને તેમની શિંગ (બી)ને આધારે જુદા તારવી શકાય છે. તેમની શિંગ નાની હોય છે અને તેમાં ટર્પેન્ટાઈનની તીવ્ર ગંધ હોય છે વળી તેમના આવરણ સખત હોતા નથી.

ઇતિહાસ

ઇરાકના જામરોમાં પુરાતત્વવિદોએ કરેલા ખોદકામમાં પિસ્તાના અવશેષો મળી આવ્યા છે. [૧] આથી જણાયું છે કે ઈ. પૂ. ૬૭૫૦ વરસ પહેલાં પિસ્તા ખવાતા હતા.[૧]ઈ.પૂ. ૭૦૦ ના સમયના રાજા મેરોદક-બલદાનના બેબીલોનના હેંગીંગ ગાર્ડનમાં પિસ્તાના વૃક્ષો હોવાનો પુરાવો મળ્યો છે.[૧] અરવાચીન કાળમાં ખવાતા પિસ્તા સૌ પ્રથમ પશ્ચિમ એશિયામાં ઉગાડવામાં આવ્યા હતાં. તે કાળથી મોટેભાગે તેને ઈરાન અને ઈરાકના ઠંડા ક્ષેત્રોમાં ઊગાડાય છે. આનું વાવેતર સિરિયા માર્ગે થઈને ભોમધ્ય સમુદ્રના પ્રદેશ સુધી ફેલાયું.

ઈઝરાયેલની હુલા વેલી ક્ષેત્રમાં ૭૮૦૦૦૦ વર્ષ પહેલા પુરાતત્વ શાસ્ત્રીઓને પિસ્તા તેની બીજ તેને ફોલવાના સાધનો આદિ મળી આવ્યાં છે. [૩]

પ્લિની પોતાના "નેચરલ હિસ્ટરી" નામના પુસ્તકમાં જણાવે છે કે હાલમાં પ્રચલિત પિસ્તાશિયા એ સિરિયાનું ખાસ વૃક્ષ છે. સિરિયામાંના રોમન રાજદૂત "લ્યુસીસ વીટેલસ ધ એલ્ડર" (ઈ.સ. ૩૫) તેને ઈટલી લાવ્યાં હતાં અને તેજ કાળ દર્મ્યાન ફ્લૅકસ પોમ્પીયસ તેને હીસ્પેનીયામાંલાવ્યાં હતાં.[૪] ૬ઠ્ઠી સદીના અન્થી મસ દ્વારા લખાયેલા એક પુસ્તક "ધી ઓબ્સર્વેસાને સીબોરમ" (ખોરાકનું અવલોકન)માં પિસ્તાનો ઉલ્લેખ મળે છે. અનાપરથી જાણી શકાય છે પ્રાચીન કાળથી યુરોપમાં પિસ્તા ખવાતા હતાં. બાઈબલમાં પણ પિસ્તાનો ઉલ્લેખ છે. જો કે અમુક સ્થળે તેનો અખરોટ અને બદામ તરીકે ઉલ્લેખ છે

હાલના કાળમાં અંગ્રેજી બોલનારા ક્ષેત્રો જેમકે ઓષ્ટ્રેલિયા અને ન્યુ મેક્સિકો[૫] અને કેલિફોર્નિયામાં પણ પિસ્તાના વાવેતરો શરૂ થયા છે. કેલિફોર્નિયામાં આનું વાવેતર ૧૮૫૪માં ઉદ્યાન વૃક્ષ તરીકે થયું હતું. [૬] ૧૯૦૪ અને ૧૯૦૫ દરમ્યાન યુનાયટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેંટ ઓફ એગ્રીકલ્ચરના ડૅવિડ ફરચાઈલ્ડએ પિસ્તાની ચીનમાં ઉગતી થોષી સખત પ્રજાતિને કેલિફોર્નિયામાં વાવી અને ૧૯૨૯માં તેનું ધંધાદારી ઉત્પાદન શરૂ થયું. [૫][૭] ૧૯૧૭ સુધેના કાળમાં પિસ્તાની સિરિયામાં ઊગતી પ્રજતિનું ઉત્પાદન અમેરિકામાં શરૂ થઈ ગયું હતું. .[૮]

"પિસ્તા" આ નામનો સૌથી ર્પથમ ઉલ્લેખ લગભગ વર્ષ ૧૪૦૦ની આસપાસ થયેલો જોવા મળે છે જ્યાં તેનો "પિસ્તેસ' કે "પિસ્તાશિયા" એવો ઉલ્લેખ થયો છે. એમ મનાય છે કે આ શબ્દ મધ્ય પર્શિયન ભાષાનો છે, જો કે તેની પુસ્ટિ થઈ નથી. મધ્ય પર્શિયન ભાષા થકીએ તે ગ્રીક (પીસ્તાકિયોન, પિસ્તાક), તેમાંથી પ્રાચીન લેટિન (પિસ્તાશિયમ) અને ત્યાંથી તે ઈટલીયન ભાષાના પિસ્તાચિયો તરીકે ફેલાયો. વખત જતાં પર્શિયન ભાષામાં આ શબ્દ ટૂંકાવીને "પિસ્તા" એટલો રહ્યો. પસ્છિમ એશિયામાંથી આ વૃક્ષ યુરોપમાં ફેલાયો.[૯]

Other Languages
العربية: فستق
azərbaycanca: Əsl püstə
تۆرکجه: اصل پوسته
български: Шамфъстък
català: Pistatxer
Cebuano: Pistatso
Deutsch: Pistazie
ދިވެހިބަސް: ޕިސްތާ ބަދަން
Ελληνικά: Φιστικιά
English: Pistachio
Esperanto: Pistakujo
español: Pistacia vera
euskara: Pistatxondo
فارسی: پسته
français: Pistacia vera
Gaeilge: Piostáis
galego: Pistacho
עברית: פיסטוק
हिन्दी: पिस्ता
hrvatski: Prava tršlja
hornjoserbsce: Prawa pistacija
Kreyòl ayisyen: Pistach
Հայերեն: Պիստակ
Bahasa Indonesia: Pistacio
italiano: Pistacia vera
日本語: ピスタチオ
Qaraqalpaqsha: Piste
ಕನ್ನಡ: ಪಿಸ್ತಾ
한국어: 피스타치오
kurdî: Fistiq
Кыргызча: Мисте
Lëtzebuergesch: Pistasch
latviešu: Pistācija
മലയാളം: പിസ്താശി
नेपाली: पिस्ता
Nederlands: Pistache
norsk: Pistasj
occitan: Pistacha
پنجابی: پستہ
português: Pistache
română: Fistic
sicilianu: Pistacia vera
Scots: Pistachio
سنڌي: پستا
srpskohrvatski / српскохрватски: Pistacija
slovenščina: Pistacija
српски / srpski: Пистаћ
svenska: Pistasch
Tagalog: Pistatso
українська: Фісташка справжня
اردو: پستہ
Tiếng Việt: Hồ trăn
Winaray: Pistacia vera
吴语: 开心果
中文: 开心果
粵語: 開心果