પશ્ચિમ બંગાળ
English: West Bengal

પશ્ચિમ બંગાળ
পশ্চিমবঙ্গ
पश्चिम बंगाल
રાજ્ય
Official seal of પશ્ચિમ બંગાળ
Seal
ભારતમાં પશ્ચિમ બંગાળનું સ્થાન
ભારતમાં પશ્ચિમ બંગાળનું સ્થાન
દેશ ભારત
સ્થાપના૨૬ જાન્યુઆરી ૧૯૫૦
રાજધાનીકોલકાતા
સૌથી મોટું શહેરકોલકાતા
જિલ્લાઓ૨૩
સરકાર
 • પ્રકારપશ્ચિમ બંગાળ સરકાર
 • ગર્વનરકેસરી નાથ ત્રિપાઠી
 • મુખ્યમંત્રીમમતા બેનર્જી (ટી.એમ.સી.)
 • ધારા સભાપશ્ચિમ બંગાળ વિધાન સભા (૨૯૫* બેઠકો)
 • હાઇ કોર્ટકલકત્તા હાઇ કોર્ટ
વિસ્તાર
 • કુલ૮૮,૭૫૨
વિસ્તાર ક્રમ૧૪મો
વસ્તી (૨૦૧૧)[૧]
 • કુલ૯,૧૩,૪૭,૭૩૬
 • ક્રમ૪થો
 • ગીચતા
લોકોની ઓળખબંગાળી
સમય વિસ્તારIST (UTC+૦૫:૩૦)
ISO 3166 ક્રમાંકIN-WB
વાહન નોંધણીWB
માનવ વિકાસ સૂચક અંક (HDI)Increase 0.509 (મધ્યમ)
HDI ક્રમ૯મો (૨૦૧૧)[૨]
સાક્ષરતા૭૭.૦૮% (૨૦૧૧)[૩]
અધિકૃત ભાષાબંગાળી ભાષા[૪]
વેબસાઇટwb.gov.in
^* ૨૯૪ ચૂંટાયેલ, ૧ નામાંકિત

પશ્ચિમ બંગાળ (બંગાળી: পশ্চিমবঙ্গ) ભારત દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી પર આવેલું રાજ્ય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તે ભારતની ચોથી સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્ય છે અને ૯ કરોડ થી વધુ રહેવાસીઓ તેમાં રહે છે. તેનો વિસ્તાર ૮૮૭૫૨ ચો.કિમી (૩૪૨૬૭ ચો.માઈલ) છે. વંશીય ભાષાકીય બંગાળ પ્રદેશનો એક ભાગ, બાંગ્લાદેશ તેની પૂર્વમાં છે અને ઉત્તરમાં નેપાળ અને ભૂટાન; તે પાંચ ભારતીય રાજ્યોની સાથે સરહદો વહેંચે છે: ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કીમ અને આસામ. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કોલકાતા છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ભૌગોલિક દૃષ્ટિએ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ હિમાલયન પર્વતીય પ્રદેશ, ગંગાનો મુખ ત્રિકોણાકાર પ્રદેશ, રારહ પ્રદેશ અને દરિયાઇ સુંદરવનનો સમાવેશ થાય છે. ત્યાંની મુખ્ય ભાષા બંગાળી છે.[૪] મુખ્ય વંશીય જૂથ બંગાળીઓ છે, જેમાં બંગાળી હિન્દુઓ વસ્તી વિષયક બહુમતી ધરાવે છે.

પ્રાચીન બંગાળમાં અનેક મુખ્ય જનપદાસની જગ્યા હતી. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં, આ પ્રદેશ સમ્રાટ અશોક દ્વારા જીત્યો હતો. ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં, તે ગુપ્ત સામ્રાજ્યમાં સમાઈ ગયો હતો. ૧૩મી સદીથી, ૧૮ મી સદીમાં બ્રિટિશ શાસનની શરૂઆત સુધી આ ક્ષેત્ર પર અનેક સુલ્તાન, શક્તિશાળી હિંદુ રાજ્યો અને જમીનદારોનુ શાસન હતુ. બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધના પગલે પ્રદેશ પર તેમની પકડ મજબૂત કરી, અને કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની તરીકે ઘણા વર્ષો સુધી રહ્યું હતુ. બ્રિટિશ વહીવટીતંત્રના પ્રારંભિક અને લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી પશ્ચિમી શિક્ષણનું વિસ્તરણ થયું, વિજ્ઞાનમાં વિકાસ, સંસ્થાકીય શિક્ષણ, અને આ પ્રદેશમાં સમાજ સુધારણામાં પરિણમ્યું, જે બંગાળી પુન:જીવન તરીકે જાણીતુ બન્યુ હતુ. ૨૦મી સદીની શરૂઆતમાં ભારતની સ્વતંત્રતા ચળવળનુ એક મુખ્ય સ્થળ હતુ, બંગાળને ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ધાર્મિક રેખાઓ પર વિભાજીત કરવામાં આવ્યુ હતું, પશ્ચિમ બંગાળ - ભારતનું એક રાજ્ય અને પૂર્વ બંગાળ - નવા બનેલા રાષ્ટ્રનું એક ભાગ પાકિસ્તાન કે જે પછી બાંગ્લાદેશ બન્યુ. ૧૯૭૭ અને ૨૦૧૧ ની વચ્ચે, વિશ્વની સૌથી લાંબી ચૂંટાયેલી સામ્યવાદી સરકાર દ્વારા રાજ્યનું સંચાલન કરવામાં આવ્યું હતું.

મુખ્ય કૃષિ ઉત્પાદક, ભારતની ચોખ્ખી સ્થાનિક ઉત્પાદનમાં યોગદાનની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ છઠ્ઠા ક્રમે છે. રાજ્યનો સાંસ્કૃતિક વારસો, વિવિધ લોક પરંપરાઓ ઉપરાંત, નોબેલ પારિતોષક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર તેમજ સંગીતકારો, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સહિત સાહિત્યમાં નોંધપાત્ર લેખકોનો સમાવેશ થાય છે. કોલકાતાને "ભારતની સાંસ્કૃતિક રાજધાની" તરીકે ઓળખવામાં આવે છે.

Other Languages
Afrikaans: Wes-Bengale
Ænglisc: West Bengal
অসমীয়া: পশ্চিমবঙ্গ
تۆرکجه: باتی بنقال
беларуская: Заходняя Бенгалія
беларуская (тарашкевіца)‎: Заходняя Бэнгалія
भोजपुरी: पश्चिम बंगाल
বিষ্ণুপ্রিয়া মণিপুরী: পশ্চিমবঙ্গ
brezhoneg: Kornôg Bengal
Cebuano: West Bengal
Deutsch: Westbengalen
ދިވެހިބަސް: ވެސްޓު ބެންގާލް
Ελληνικά: Δυτική Βεγγάλη
English: West Bengal
Nordfriisk: Waastbengaalen
गोंयची कोंकणी / Gõychi Konknni: अस्तंत बंगाल
客家語/Hak-kâ-ngî: Sî Bengal
עברית: מערב בנגל
Fiji Hindi: West Bengal
hrvatski: Zapadni Bengal
Bahasa Indonesia: Benggala Barat
íslenska: Vestur-Bengal
Qaraqalpaqsha: Batıs Bengal (shtat)
қазақша: Батыс Бенгал
한국어: 서벵골주
कॉशुर / کٲشُر: مغربی بنگال
Lëtzebuergesch: Westbengalen
لۊری شومالی: بٱنگال ٱفتاونشیݩ
latviešu: Rietumbengāle
македонски: Западен Бенгал
Bahasa Melayu: Benggala Barat
नेपाल भाषा: पश्चिम बंगाल
Nederlands: West-Bengalen
norsk nynorsk: Vest-Bengal
پنجابی: لیندا بنگال
português: Bengala Ocidental
Runa Simi: Kunti Banla
srpskohrvatski / српскохрватски: Zapadni Bengal
Simple English: West Bengal
slovenščina: Zahodna Bengalija
српски / srpski: Западни Бенгал
svenska: Västbengalen
Kiswahili: West Bengal
Türkmençe: West Bengal
Tagalog: West Bengal
Türkçe: Batı Bengal
татарча/tatarça: Көнбатыш Бенгалия
українська: Західний Бенгал
oʻzbekcha/ўзбекча: Gʻarbiy bengaliya
Tiếng Việt: Tây Bengal
მარგალური: ბჟადალი ბენგალი
Bân-lâm-gú: West Bengal