ગણિત
English: Mathematics

યુક્લિડ, ગ્રીક ગણિતજ્ઞ, ઇ.પૂ. ૩જી સદી, રાફેલની કલ્પના મુજબનું ચિત્ર વિગતો 'ધ સ્કુલ ઓફ એટ્લાસ'માંથી.[૧]

ગણિતશાસ્ત્ર એ જથ્થા (સંખ્યાઓ),[૨] માળખાં,[૩] અવકાશ અને ફેરફારનો[૪] [૫][૬]અભ્યાસ છે. ગણિતશાસ્ત્રની ચોક્કસ વ્યાખ્યા[૭][૮] અને તેના વ્યાપ વિષે ગણિતજ્ઞો અને તત્વજ્ઞો જુદા જુદા વિચારો ધરાવે છે.

ગણિતજ્ઞો આસપાસથી સુંદર રચનાઓ[૯][૧૦] ખોળે છે અને તેનો ઉપયોગ નવી ધારણાઓ બનાવવામાં કરે છે. તેઓ ગણિત પર આધારિત સાબિતી વડે આ ધારણાઓનું સત્યાર્થતા નક્કી કરે છે. જ્યારે ગણિતીય માળખાં વાસ્તવિક ઘટનાના બહુ સારા નમૂના હોય ત્યારે, ગણિતીય સમજ આપણને કુદરત વિષે આંતરદૃષ્ટિ અને આગાહીઓ પૂરી પાડે છે.

અમૂર્ત પ્રુથક્કરણ અને તર્કનો ઉપયોગ કરીને ગણના, ગણત્રી, માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય પડાવો છે. અહીંથી આગળ વિકાસ પામીને, ગણિતશાસ્ત્ર છેક ભૌતિક વસ્તુઓના આકાર અને ગતિઓના પધ્ધતિસરના અભ્યાસનું શાસ્ત્ર બન્યું. ભૂતકાળની જ્યાં સુધીની લેખિત નોંધ અસ્તિત્વમાં છે, ત્યારથી વ્યાવહારિક ગણિત માનવીય પ્રવૃતિનો એક ભાગ જ રહ્યું છે. ગણિતશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા માટે જરુરી શોધ વર્ષો, કે ક્યારેક સદીઓની, સતત જહેમત માગી લે છે.

ગણિતશાસ્ત્ર અંગેની ઉગ્ર દલીલો સહુ પ્રથમ ગ્રીક ગણિતશાસ્ત્રમાં જોવા મળે છે, તેમાં પણ નોંધપાત્ર રીતે યુક્લિડના "એલિમેન્ટસ"માં. ગ્યુસેપ પીનો (૧૮૫૮-૧૯૩૨ ), ડેવિડ હિલ્બર્ટ (૧૮૬૨-૧૯૪૩ ) અને બીજા ગણિતજ્ઞોએ ૧૯મી સદીના ઉતરાર્ધમાં, ધારણાત્મક પધ્ધતિ પરનાં શરુઆતનાં પાયાનાં કાર્યો કર્યા. એ સમયથી હવે એ રિવાજ થઈ ગયો છે કે ગણિતના ક્ષેત્રની કોઈ શોધ એટલે, યોગ્ય રીતે પસંદ કરેલાં સ્વયંસિદ્ધ સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ પરથી મહેનત કરીને તારતમ્યો વડે સત્ય પ્રસ્થાપિત કરવું. નવજાગૃતિના સમયખંડસુધી ગણિતના ક્ષેત્રનો વિકાસ પ્રમાણમાં ધીમી ગતિએ થયો. ત્યાર પછીથી નવી વૈજ્ઞાનિક શોધો સાથે સંવાદ સધાતાં થતી ગણિતની શોધની ઝડપની માત્રામાં ત્વરિત વધારો થયો, જે આજ સુધી ચાલુ છે.[૧૧]

ગેલિલિયો ગેલિલી (૧૫૬૪-૧૬૪૨) એ કહ્યું હતું, "જ્યાં સુધી આપણે ભાષા ન શીખીએ અને તેની લિપિમાં વપરાતાં ચિન્હોની ઓળખ ન મેળવીએ, ત્યાં સુધી બ્રહ્માંડને વાંચી ન શકીએ. બ્રહ્માંડ ગણિતની ભાષામાં લખાયેલું છે. ત્રિકોણ, વર્તુળ અને બીજાં ભૌમિતિક ચિત્રો તેના અક્ષરો છે, જેના સિવાય બ્રહ્માંડ વિષે એક પણ શબ્દ સમજવો મણસને માટે અશક્ય છે. એ બધા વિના તો અંધારા ભોંયરામાં અટવાવા જેવું છે." [૧૨] કાર્લ ફ્રેડરિક ગોસ (૧૭૭૭-૧૮૫૫) ગણિતશાસ્ત્રને, "વિજ્ઞાન જગતની રાણી" કહ્યું છે. [૧૩] બેન્જામિન પીર્સે (૧૮૦૯-૧૮૮૦) ગણિતને, “જરુરી તારતમ્યો મેળવનાર વિજ્ઞાન" તરીકે ઓળખાવ્યું છે. [૧૪] ડેવિડ હિલ્બર્ટે ગણિત વિષે કહે છે કે, " અહીં આપણે કોઈ રીતના નિયમહીનપણાની વાત ક્યારેય કરતા નથી. ગણિત એ કોઈ એવી રમત નથી કે જેમાં મનસ્વીપણે નિયત કરેલા કાયદા પ્રમાણે તેનાં કામ નક્કી થાય. એ તો આંતરિક જરુરિયાત ધરાવતી એક વિચારપધ્ધતિ છે, જે આવી જ હોઈ શકે અને ક્યારેય કંઈ અલગ નહીં."[૧૫] આલ્બર્ટ આઈન્સ્ટાઈને (૧૮૭૯-૧૯૫૫) કહ્યું છે કે, "જ્યાં સુધી ગણિતના નિયમો વાસ્તવિકતા સાથે સંબંધિત છે, ત્યારે તે ચોક્કસ નથી હોતા. અને જ્યાં સુધી તે ચોક્કસ છે, ત્યારે તે વાસ્તવિકતા સંબંધિત નથી હોતા." [૧૬] ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ક્લેર વોઈઝિને કહ્યું છે, "ગણિતશાસ્ત્રમાં એક સર્જનાત્મક ધગશ છે. પોતાને વ્યક્ત કરવાના પ્રયત્નની ચળવળ વિષેનું શાસ્ત્ર છે." [૧૭]આખા વિશ્વમાં કુદરતી વિજ્ઞાન, તંત્રવિદ્યા, તબીબી વિદ્યા, નાણાંશાસ્ત્ર અને સમાજવિદ્યા જેવાં ઘણાં ક્ષેત્રોમાં, ગણિતશાસ્ત્રને એક જરુરી સાધન તરીકે વાપરવામાં આવે છે. ગણિતશાસ્ત્રની એવી શાખા કે જેને બીજાં ક્ષેત્રોમાં ગણિતના જ્ઞાનને વાપરવા સાથે સંબંધ છે, તે પ્રયોજિત ગણિતશાસ્ત્ર તરીકે ઓળખાય છે. તે નવી ગણિતીય શોધોને પ્રેરે છે અને તેનો ઉપયોગ કરે છે. આને કારણે આંકડાશાસ્ત્ર અને ગેઈમ થિયરી જેવી સંપૂર્ણપણે નવી જ ગણિત વિદ્યાશાખાઓનો વિકાસ થયો. ગણિતના જ્ઞાનના કોઈ પણ ઉપયોગોની ચિંતા કર્યા સિવાય પણ ગણિતશાસ્ત્રીઓ શુધ્ધ ગણિતશાસ્ત્રના અભ્યાસમાં ઓતપ્રોત રહે છે એટલે કે ગણિતનો અભ્યાસ તે વિષયના પોતાના આનંદ ખાતર કરે છે. "શુધ્ધ ગણિત" અને "પ્રયોજિત ગણિત" વચ્ચે એવી કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી. ઘણી વખત એવું પણ બને છે કે શુધ્ધ ગણિતનાં જ્ઞાન તરીકે શરુ થયેલા અભ્યાસનો પાછળથી બીજે ઉપયોગો મળે છે. [૧૮]

અનુક્રમણિકા

Other Languages
Afrikaans: Wiskunde
Alemannisch: Mathematik
aragonés: Matematicas
Ænglisc: Rīmcræft
العربية: رياضيات
مصرى: رياضيات
অসমীয়া: গণিত
asturianu: Matemátiques
Aymar aru: Jakhu
azərbaycanca: Riyaziyyat
تۆرکجه: ریاضیات
башҡортса: Математика
Boarisch: Mathematik
žemaitėška: Matematėka
беларуская: Матэматыка
беларуская (тарашкевіца)‎: Матэматыка
български: Математика
भोजपुरी: गणित
Bislama: Matematikis
Bahasa Banjar: Matamatika
বাংলা: গণিত
བོད་ཡིག: རྩིས་རིག
বিষ্ণুপ্রিয়া মণিপুরী: গণিত
brezhoneg: Matematik
bosanski: Matematika
ᨅᨔ ᨕᨘᨁᨗ: ᨆᨈᨛᨆᨈᨗᨀ
català: Matemàtiques
Chavacano de Zamboanga: Matematica
Mìng-dĕ̤ng-ngṳ̄: Só-hŏk
Cebuano: Matematika
Chamoru: Matematika
کوردی: ماتماتیک
corsu: Matematica
qırımtatarca: Riyaziyat
čeština: Matematika
kaszëbsczi: Matematika
Чӑвашла: Математика
Cymraeg: Mathemateg
dansk: Matematik
Deutsch: Mathematik
Thuɔŋjäŋ: Akuënkäŋ
Zazaki: Matematik
dolnoserbski: Matematika
ދިވެހިބަސް: ރިޔާޟިއްޔާތު
Ελληνικά: Μαθηματικά
emiliàn e rumagnòl: Matemâtica
English: Mathematics
Esperanto: Matematiko
español: Matemáticas
euskara: Matematika
estremeñu: Matemáticas
فارسی: ریاضیات
føroyskt: Støddfrøði
français: Mathématiques
Nordfriisk: Matematiik
furlan: Matematiche
Frysk: Wiskunde
Gaeilge: Matamaitic
贛語: 數學
Gàidhlig: Matamataig
galego: Matemáticas
Avañe'ẽ: Papapykuaa
Gaelg: Maddaght
Hausa: Lissafi
客家語/Hak-kâ-ngî: Su-ho̍k
Hawaiʻi: Makemakika
עברית: מתמטיקה
हिन्दी: गणित
Fiji Hindi: Mathematics
hrvatski: Matematika
Kreyòl ayisyen: Matematik
magyar: Matematika
հայերեն: Մաթեմատիկա
interlingua: Mathematica
Bahasa Indonesia: Matematika
Interlingue: Matematica
Ilokano: Matematika
ГӀалгӀай: Математика
íslenska: Stærðfræði
italiano: Matematica
日本語: 数学
Patois: Matimatix
la .lojban.: cmaci
Basa Jawa: Matématika
ქართული: მათემატიკა
Qaraqalpaqsha: Matematika
Taqbaylit: Tusnakt
қазақша: Математика
kalaallisut: Matematikki
ភាសាខ្មែរ: គណិតវិទ្យា
ಕನ್ನಡ: ಗಣಿತ
한국어: 수학
къарачай-малкъар: Математика
kurdî: Matematîk
Кыргызча: Математика
Latina: Mathematica
Ladino: Matemátika
Lëtzebuergesch: Mathematik
Lingua Franca Nova: Matematica
Luganda: Ekibalangulo
Limburgs: Mathematiek
Ligure: Matematica
lumbaart: Matemàtega
lietuvių: Matematika
latviešu: Matemātika
मैथिली: गणित
Basa Banyumasan: Matematika
Malagasy: Fanisana
олык марий: Математике
македонски: Математика
മലയാളം: ഗണിതം
монгол: Математик
मराठी: गणित
Bahasa Melayu: Matematik
Malti: Matematika
Mirandés: Matemática
မြန်မာဘာသာ: သင်္ချာ
эрзянь: Математика
مازِرونی: ریاضی
Plattdüütsch: Mathematik
Nedersaksies: Wiskunde
नेपाली: गणित
नेपाल भाषा: ल्याःज्या
Nederlands: Wiskunde
norsk nynorsk: Matematikk
norsk: Matematikk
Novial: Matematike
Nouormand: Caltchul
occitan: Matematicas
Livvinkarjala: Matematiekku
Oromoo: Herrega
ଓଡ଼ିଆ: ଗଣିତ
ਪੰਜਾਬੀ: ਗਣਿਤ
Pangasinan: Matematiks
Picard: Matématikes
पालि: गणितं
Norfuk / Pitkern: Maethamatiks
polski: Matematyka
Piemontèis: Matemàtica
پنجابی: میتھمیٹکس
português: Matemática
Runa Simi: Yupay yachay
română: Matematică
armãneashti: Mathematică
русский: Математика
русиньскый: Математіка
संस्कृतम्: गणितम्
саха тыла: Математика
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱮᱞᱠᱷᱟ
sicilianu: Matimàtica
سنڌي: رياضي
srpskohrvatski / српскохрватски: Matematika
සිංහල: ගණිතය
Simple English: Mathematics
slovenčina: Matematika
slovenščina: Matematika
Gagana Samoa: Matematika
chiShona: Masvomhu
Soomaaliga: Xisaab
shqip: Matematika
српски / srpski: Математика
Sranantongo: Sabi fu Teri
SiSwati: Tekubala
Seeltersk: Mathematik
Basa Sunda: Matematika
svenska: Matematik
Kiswahili: Hisabati
ślůnski: Matymatyka
தமிழ்: கணிதம்
ತುಳು: ಗಣಿತ
తెలుగు: గణితము
тоҷикӣ: Риёзиёт
Türkmençe: Matematika
Tagalog: Matematika
Setswana: Mathematics
Tok Pisin: Ol matematik
Türkçe: Matematik
татарча/tatarça: Математика
удмурт: Математика
українська: Математика
اردو: ریاضی
oʻzbekcha/ўзбекча: Matematika
vèneto: Matemàtega
vepsän kel’: Matematik
Tiếng Việt: Toán học
West-Vlams: Wiskunde
Volapük: Matemat
Winaray: Matematika
Wolof: Xayma
吴语: 数学
хальмг: Математика
isiXhosa: I-Mathematics
მარგალური: მათემატიკა
ייִדיש: מאטעמאטיק
Yorùbá: Mathimátíkì
Vahcuengh: Soqyoz
Zeêuws: Wiskunde
中文: 数学
文言: 數學
Bân-lâm-gú: Sò͘-ha̍k
粵語: 數學
isiZulu: Imathemathiki