ક્રોપ સર્કલ

ક્રોપ સર્કલ એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાને કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ભાતમાં બનતા જ રહે છે. ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યારથી આ શબ્દ પ્રચલિત બની ગયો છે.

ઇતિહાસ

ક્રોપ સર્કલની પ્રથમ માહિતી ૧૯૭૬માં મળી, માહીતી મુજબ એક વાર સ્થાનીક ખેડુત જયારે ખેતરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઘઉંનાં વિશાળ ખેતરમાં કેટલાક ભાગમાં ઘઉંના છોડ કણસલા સમેત નીચે ચોક્કસ દીશામાં વળી ગયા હતાં, લોકોએ તેનાં પર ધ્યાન આપ્યું નહીં પણ બીજા દિવસે આવી જ રીતે, પણ મોટા પ્રમાણમાં અને ઘણાં બધા ખેતરોમાં આવું બન્યું અને પછી તો આવું સતત બનતું જ રહ્યું. ૧૯૮૦ સુધીમાં તો ૧૦૦ જેટલા ક્રોપ સર્કલ બની ગયા અને પછી તો દર વર્ષે લગભગ ૧૦૦ ક્રોપ સર્કલ બનવા લાગ્યા અને ૧૯૮૯માં તો હદ થઇ, કુલ ૩૦૦ ક્રોપ સર્કલ બન્યા, ત્યાર બાદ આ ભેદી ક્રોપ સર્કલ યુરોપમાં પણ બન્યા. સમય જતા આ રહસ્યમય ક્રોપ સર્કલ રશિયા, ન્યૂઝીલેન્ડ, તુર્કી અને જાપાનનાં ખેતરોમાં પણ દેખાયા અને પછી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ દેખાયા છે. આ ક્રોપ સર્કલ્સ ખેતરોમાં રાતોરાત બની જાય છે.

Other Languages
български: Житни кръгове
català: Agroglif
čeština: Kruhy v obilí
Deutsch: Kornkreis
Ελληνικά: Αγρογλυφικά
English: Crop circle
Esperanto: Agroglifoj
euskara: Soro-zirkulu
hrvatski: Likovi u žitu
magyar: Gabonakör
Bahasa Indonesia: Lingkaran tanaman
Latina: Agroglypha
Nederlands: Graancirkel
norsk nynorsk: Kornsirkel
norsk: Kornsirkel
slovenčina: Kruh v obilí
slovenščina: Žitni krog
српски / srpski: Ликови у житу
українська: Кола на полях
中文: 麥田圈