ઇસ્લામ

ઇસ્લામ (અરબી: اسلام ) એક એકેશ્વરવાદી ધર્મ છે એ મુજબ એક માત્ર ઈશ્વર "અલ્લાહ"[1] છે અને પયગંબર હજરત મુહમ્મદ એના દૂત (સંદેશવાહક) છે.આ ધર્મ અલ્લાહના પ્રિય પયગંબર અને નબી મુહંમદ મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. દિવ્ય આદેશથી મુહંમદ પયગંબર સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા મહંમદ કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું. અનુયાયીઓની બાબતે ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે (અર્થાત વિશ્વની વસ્તીના ૨૪.૧%), ઇસ્લામના અનુયાયી મુસ્લિમ કે મુસલમાન કહેવાય છે. મુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે. ઇસ્લામ શીખવાડે છે કે અલ્લાહ દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે જે પોતાના દૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે. મુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ કુરાન છે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસલમાનો માને છે. બીજા ધર્મગ્રંથોને સુન્નત કે હદીસ તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ-મ-ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.મુસલમાનોમાં મુખ્યત્વે બે સંપ્રદાયો જોવા મળે છે.(૧) સુન્ની મુસલમાનો (૭૫-૯૦%) અને શિયા મુસલમાનો(૧૦-૨૫%).ઇન્ડોનેશિયા વિશ્વનની ૧૩% મુસ્લિમ વસ્તી સાથે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે.૨૩% મુસલમાનો મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં તથા ૩૧% મુસલમાનો દક્ષિણ એશિયા માં અને ૧૫% સબ-સહારાના આફ્રિકામાં વસે છે.કેટલાક મુસ્લિમ સમૂદાયો અમેરિકા,કોકેસસ,મધ્ય એશિયા,ચીન,યુરોપ,દક્ષિણ પૂર્વ એશિયાના ધરાતલ,ફિલીપાઈન્સ,અને રશિયામાં પણ વસવાટ કરે છે.

એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમર્પિત થઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞાપાલન કરવું અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.

પૂર્ણતઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો, વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.

 • એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને ઈમાન લાવનાર માણાસ માટે અલ્‍લાહ તરફથી શાંતિ સલામતીની બાંહેધરી આપવામાં આવે છે.
 • એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ. અને ઈમાન એટલે શ્રધ્ધા, આસ્‍થા અને એકરાર .

ઇસ્લામના પાંચ મૂળ સ્તંભ

ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો((arkān al-Islām أركان الإسلام; also arkān al-dīn أركان الدين "pillars of the religion") દરેક મુસલમાન માટે ફરજીયાત માનવામાં આવે છે. આ બાબતો પ્રસિદ્ધ હદીસ "હદીસ એ જિબ્રિલ" માં વર્ણવવામાં આવી છે. [9] [10] [11] [12]

પાંચ સ્તંભ

 • શહાદા(સાક્ષી)
 • સલાત કે નમાઝ
 • રોઝા કે ઉપવાસ
 • ઝકાત કે દાન
 • હજ

વિસ્તારપૂર્વક સમજણ

સુન્ની ઇસ્લામ જૂથમાં 5 સ્તંભોને માનવામાં આવે છે જયારે શિયા ઇસ્લામ જુથમાં 6 સ્તંભો છે.

 • શહાદા સાક્ષી આપવી - અરબી ભાષામાં સાક્ષીના કલમાને આ રીતે લખાય છે: لا اله الا الله محمد رسول الله લીપીયાંતર :લા ઇલાહા ઈલ્લલ્લાહ મુહમ્મદુર રસુલલ્લાહ ગુજરાતી અનુવાદ: અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ(દૂત) છે.આ ઘોષણા સાથે, દરેક મુસ્લિમ એકેશ્વરવાદ અને મોહમ્મદના દૂત હોવાની બાબતને શ્રદ્ધા અને સમર્થન આપે છે. આ ઇસ્લામનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. દરેક મુસલમાન માટે તેને સ્વીકારવું ફરજિયાત છે. કોઈ બિનમુસ્લિમ માટે ઇસ્લામ અંગીકાર કરવા માટે ઇસ્લામિક ધાર્મિક ન્યાયાધીશની સામે આને સ્વીકારી લેવું પૂરતું છે.
 • સલાત- આને પર્શિયનમાં નમાઝ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની પ્રાર્થના છે જે અરબીમાં વિશેષ નિયમો દ્વારા કરવામાં આવે છે. ઇસ્લામ અનુસાર, નમાઝ ઈશ્વર તરફ માનવ કૃતજ્ઞતા દર્શાવે છે. તે મક્કા શહેરમાં આવેલા કાબાની દિશામાં મોઢું રાખીને અદા કરવામાં આવે છે. દરેક મુસ્લિમ માટે દિવસમાં 5 વખત નમાઝ પઢવી ફરજિયાત છે.બીમારીની સ્થિતિમાં પણ તેને ટાળી શકાતી નથી.
 • રોઝા કે ઉપવાસ-ઇસ્લામનો નવમો મહિનો રમઝાન નો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાંથી લઇ સૂર્યાસ્ત (મગરીબ) સુધીના સમય દરમિયાન ભૂખ્યા તરસ્યા રહી રોઝો રાખવો દરેક સમર્થ મુસલમાન માટે ફરજીયાત છે.આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે.જાતીય પ્રવૃત્તિઓ પણ નિષેધ હોય છે.બીમાર કે અસમર્થ વ્યક્તિ ને રોઝા ન રાખવાની છૂટ હોય છે. રોઝાના મુખ્ય બે હેતુઓ છે .એક દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઇ માત્ર ઇશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ, ભિખારી અને દિનદુખીયાઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય.
 • ઝકાત કે દાન - આ એક વાર્ષિક દાન છે જેમાં માલદાર મુસલમાનો પર ગરીબ મુસલમાનોને નાણાકીય સહાય કરવી ફરજિયાત છે. મોટાભાગના મુસ્લિમો દાનમાં તેમની વાર્ષિક આવકના 2.5% દાન કરે છે. આ એક ધાર્મિક ફરજ છે કારણ કે ઇસ્લામ અનુસાર, પુંજી એ ઇશ્વરની ભેટ છે.દાન આપીને જીવન અને માલની સલામતી થાય છે.
 • હજ- હજ એ ધાર્મિક ક્રિયાનું નામ છે જે ઇસ્લામી પંચાંગના છેલ્લા એટલેકે બારમાં મહિનામાં અરબસ્તાનના મક્કા અને મદીના શહેરોમાં જઈને પૂરી કરવામાં આવે છે.માત્ર સક્ષમ અને માલદાર મુસલમાન પર જ આ ફરજીયાત છે,ગરીબો પર નથી.માલદાર મુસલમાન માટે પણ જીવનમાં માત્ર એક વખતજ પઢવી ફરજ છે.

મુસલમાનો માટે આ ૭ બાબતો પર શ્રધા રાખવી જરૂરી

ઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત બાબતોમાં શ્રધા હોવી અનિવાર્ય છે:

૧. એકેશ્વરવાદ: મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.

૨. રિસાલત (ઈશદૂતત્વ): ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મુહમ્મદ છે.

૩. ધર્મ પુસ્તક: મુસલમાનો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ(બાઈબલ).

૪. ફરિશ્તા (અરબીમાં મલાઈકા): ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસથી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદાજુદા સમયે જુદીજુદી રીતે દેખાય છે.

૫. કયામત(પ્રલય)નો દિવસ: મુસલમાનોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.

૬. નસીબ: મુસલમાન હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના થતું નથી.

૭.બંદગી : ઇસ્લામમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે.

Other Languages
Acèh: Éseulam
Afrikaans: Islam
Alemannisch: Islam
አማርኛ: እስልምና
aragonés: Islam
Ænglisc: Alladōm
العربية: إسلام
ܐܪܡܝܐ: ܐܣܠܐܡ
مصرى: الاسلام
অসমীয়া: ইছলাম
asturianu: Islam
авар: Ислам
azərbaycanca: İslam
تۆرکجه: ایسلام
башҡортса: Ислам
Boarisch: Islam
žemaitėška: Islams
Bikol Central: Islam
беларуская: Іслам
беларуская (тарашкевіца)‎: Іслам
български: Ислям
भोजपुरी: इस्लाम
Bislama: Islam
Bahasa Banjar: Islam
bamanankan: Silameya
বাংলা: ইসলাম
brezhoneg: Islam
bosanski: Islam
ᨅᨔ ᨕᨘᨁᨗ: Islam
буряад: Лалын шажан
català: Islam
Mìng-dĕ̤ng-ngṳ̄: Ĭ-sṳ̆-làng-gáu
нохчийн: Ислам
Cebuano: Islam
کوردی: ئیسلام
corsu: Islamu
qırımtatarca: İslâm
čeština: Islám
Чӑвашла: Ислам
Cymraeg: Islam
dansk: Islam
Deutsch: Islam
Zazaki: İslam
dolnoserbski: Islam
डोटेली: इस्लाम
ދިވެހިބަސް: އިސްލާމް
Ελληνικά: Ισλάμ
emiliàn e rumagnòl: Ìślam
English: Islam
Esperanto: Islamo
español: Islam
eesti: Islam
euskara: Islam
estremeñu: Islam
فارسی: اسلام
suomi: Islam
føroyskt: Islam
français: Islam
arpetan: Islame
Nordfriisk: Islaam
furlan: Islam
Frysk: Islam
Gaeilge: An tIoslam
Gagauz: İslam
Gàidhlig: Ioslam
galego: Islam
Avañe'ẽ: Islã
गोंयची कोंकणी / Gõychi Konknni: Islam
Bahasa Hulontalo: Islam
𐌲𐌿𐍄𐌹𐍃𐌺: 𐌹𐍃𐌻𐌰𐌼
Gaelg: Yn Islam
Hausa: Musulunci
客家語/Hak-kâ-ngî: Yî-sṳ̂-làn-kau
עברית: אסלאם
हिन्दी: इस्लाम
Fiji Hindi: Islam
hrvatski: Islam
hornjoserbsce: Islam
Kreyòl ayisyen: Islamis
magyar: Iszlám
հայերեն: Իսլամ
interlingua: Islam
Bahasa Indonesia: Islam
Interlingue: Islam
Ilokano: Islam
ГӀалгӀай: Ислам
íslenska: Íslam
italiano: Islam
日本語: イスラム教
Patois: Izlam
la .lojban.: musyjda
Basa Jawa: Islam
ქართული: ისლამი
Qaraqalpaqsha: İslam dini
Taqbaylit: Tineslemt
Kabɩyɛ: Iizilaam
Kongo: Kisilamu
қазақша: Ислам
kalaallisut: Islam
ភាសាខ្មែរ: សាសនាឥស្លាម
한국어: 이슬람교
къарачай-малкъар: Ислам
कॉशुर / کٲشُر: اِسلام
kurdî: Îslam
kernowek: Islam
Кыргызча: Ислам
Ladino: Islam
Lëtzebuergesch: Islam
лакку: Ислам
лезги: Ислам
Lingua Franca Nova: Islam
Limburgs: Islam
Ligure: Islamiximo
lumbaart: Islam
lingála: Islamu
لۊری شومالی: اٛسلام
lietuvių: Islamas
latviešu: Islāms
मैथिली: इस्लाम
Basa Banyumasan: Islam
Malagasy: Finoana silamo
Baso Minangkabau: Islam
македонски: Ислам
മലയാളം: ഇസ്‌ലാം
монгол: Ислам
Bahasa Melayu: Islam
Malti: Iżlam
Mirandés: Eislan
မြန်မာဘာသာ: အစ္စလာမ်ဘာသာ
مازِرونی: ایسلام
Nāhuatl: Islam
Napulitano: Islam
Plattdüütsch: Islam
Nedersaksies: Islam
नेपाल भाषा: इस्लाम
Nederlands: Islam
norsk nynorsk: Islam
norsk: Islam
Novial: Islam
Nouormand: Islam
Chi-Chewa: Islam
occitan: Islam
Oromoo: Islaamaa
ਪੰਜਾਬੀ: ਇਸਲਾਮ
Papiamentu: Islam
Picard: Islam
Deitsch: Islaam
Norfuk / Pitkern: Islem
polski: Islam
Piemontèis: Islam
پنجابی: اسلام
پښتو: اسلام
português: Islão
Runa Simi: Islam
rumantsch: Islam
română: Islam
русский: Ислам
русиньскый: Іслам
संस्कृतम्: इस्लाम्-मतम्
саха тыла: Ислаам
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱤᱥᱞᱟᱢ ᱫᱷᱚᱨᱚᱢ
sardu: Islam
sicilianu: Islam
Scots: Islam
سنڌي: اسلام
davvisámegiella: Isláma
srpskohrvatski / српскохрватски: Islam
සිංහල: ඉස්ලාම්
Simple English: Islam
slovenčina: Islam
slovenščina: Islam
chiShona: Islam
Soomaaliga: Islaam
shqip: Islami
српски / srpski: Ислам
Basa Sunda: Islam
svenska: Islam
Kiswahili: Uislamu
ślůnski: Islam
தமிழ்: இசுலாம்
తెలుగు: ఇస్లాం మతం
тоҷикӣ: Ислом
Türkmençe: Yslam
Tagalog: Islam
Tok Pisin: Islam
Türkçe: İslam
Xitsonga: Vusurumani
татарча/tatarça: Ислам
ئۇيغۇرچە / Uyghurche: ئىسلام دىنى
українська: Іслам
اردو: اسلام
oʻzbekcha/ўзбекча: Islom
vèneto: Islam
vepsän kel’: Islam
Tiếng Việt: Hồi giáo
West-Vlams: Islam
walon: Islam
Winaray: Islam
Wolof: Lislaam
吴语: 回教
хальмг: Лал шаҗн
მარგალური: ისლამი
ייִדיש: איסלאם
Yorùbá: Ìmàle
Vahcuengh: Yizswhlanzgyau
Zeêuws: Islam
中文: 伊斯兰教
文言: 回教
Bân-lâm-gú: Islam
粵語: 回敎
isiZulu: Islam